એ દોસ્ત હતો મારો
હૈયાની બધી વાત જાણતો ,
મને તરત સમજી જતો
એ દોસ્ત હતો મારો…..
બાળપણ માં વાડીમાંથી કેરી ચોરતો ,
ને માર અમને ખવડાવતો ગયો
એ દોસ્ત હતો મારો…..
નિશાળમાં રાયણની કોકડી ખાતો
ને યાદ અમને આપી ગયો
એ દોસ્ત હતો મારો…..
મૂકી ગયો મને આ દુનિયામાં એકલો
હાથથી સાથ છોડી ગયો
એ દોસ્ત હતો મારો…..
યાદ આવતી જયારે ને ગાગરવુ આવતુ જયારે
ત્યારે ભેળા રડતા રડતા શાંત એ કરાવતો ગયો
એ દોસ્ત હતો મારો…..
ન હતી હાથમાં જિંદગી ને ન હતી હાથમાં મોત
કોળિયો કાળ નો એ બની ગયો
એ દોસ્ત હતો મારો…..
એક વાર વાતે વાત કરતો ગયો , દોસ્ત
હું હોઈશ ને સાથે તારી એમ એ કહી ગયો
એ દોસ્ત હતો મારો……
ન બોલતા કંઈ અમે તો ,
ખેલ કરી દિલ ને એ હસાવી ગયો
કયૉ ખેલ જિંદગી એ એની સાથે
એ હસતાં હસતાં ખૂબ રડાવી ગયો
એ દોસ્ત હતો મારો….
– પ્રતિભા સંગાડા “નિહારીકા”