જરા શ્વાસ લેવાની ફૂરસદ મળે તો,
કશું ખાસ કરવાની ફૂરસદ મળે તો,
શરૂઆત કરવી છે આજે નવી , પણ
શરુઆત કરવાની ફૂરસદ મળે તો,
ઘણું મૌન રાખ્યું હવે બોલવું છે,
મને વાત કરવાની ફૂરસદ મળે તો,
ફરી યાદ કરવા છે દિવસો એ જૂનાં,
ફરી યાદ કરવાની ફૂરસદ મળે તો,
બની ‘સ્તબ્ધ’ બેઠો છું એ જિંદગી જો,
તને સાદ કરવાની ફૂરસદ મળે તો.
કૌશલ પી. શેઠ “સ્તબ્ધ”