જીત સાથે હાર છીએ હું અને તું.
ક્યાં પછી નાદાર છીએ હું અને તું!
સૂર જુદા ભાવના પણ એક જેની,
એજ વીણા, તાર છીએ હું અને તું!
હારતાં દિલ જે મળ્યું તે જીત જેવું,
પ્રીતનો આધાર છીએ હું અને તું.
કેમ પીડા લોક પારાવાર દે છે?
આંસુઓની ધાર છીએ હું અને તું.
કોઈ ચીલો ચાતરીને મૂકશું ત્યાં,
સાથનો આભાર છીએ હું અને તું.
અંજના ગાંધી “મૌનુ”