કોની પાસે જઈને અમે કરીએ ફરિયાદ?
પહેલાં કાપો છો, ને ફરી કરો છો યાદ.
અમે આપીએ ફળ,ફૂલ સાથે હવા શુદ્ધ,
ખુદની ભીતર જાશો, તો થઇ જશો બુદ્ધ.
તમે તો છો આઝાદ ને, અમે ક્યાં આઝાદ
કોની પાસે જઈને અમે કરીએ ફરિયાદ ?
કરજો કરજો તમે અમારું દિલથી જતન
નહિ તો ફટાકડા માફક થશે પૃથ્વીનું પતન
સૌ ભેગા થઇ કરજો ‘જલ’ ચિંતનને સંવાદ
કોની પાસે જઈને અમે કરીએ ફરિયાદ ?
કવિ જલરૂપ