કૃષ્ણ તું આજ, અવતરે તો તને હું જાણું,
વાંસળી કહે, તારા હોઠનો સ્પર્શ હું ય માણું
કૃષ્ણ તું……
ગોપીઓ સંગાથ, ખેલ રાધા સંગ રાસ,
માખણ નથી, મટકીઓ માં છુપાયું છે કાળુ નાણું
કૃષ્ણ તું……
એટલે તો એક ચમ્મચ, પંજરી આપી તને,
લોકડાઉનમાં ક્યાંથી લાવું છપ્પનભોગ નું ખાણું
કૃષ્ણ તું……
ત્યારે તો એક હતો, આજ લાખો સુદામા,
કાલિયા ને છોડ, આવ્યું વાઇરસને નાથવાનું ટાણું
કૃષ્ણ તું……
દિપેશ શાહ