નથી કોઈની સાથે વાતો કરવાનો સમય
કે નથી કોઈની વાતો સાંભળવાનો સમય
નથી કોઈ ની સાથે બેસવાનો સમય
કે નથી કોઈને મળવા જાવાનો સમય
કેમ કરી સંબંધો પણ નિભાવે આ માનવી
નોકરી -ધંધા ને પહેલા સાચવવા પડે છે
મોંઘવારી ની આ માયાજાળ માં ફસાઈ ગયો છે આ માનવી
સંબંધો નિભાવવા માં પણ બાંધછોડ કરવી પડે છે
રૂબરૂ મળવાની જગ્યાએ ફોન થી વ્યવહાર કરવો પડે છે
પહેલા જેવો સમય હવે નથી રહ્યો આજે
આજની આ પરસ્થિતિ માં મળતા રહેવું શક્ય નથી આજે
જીવન જીવવાનો આનંદ પણ ક્યાં મેળવી શકે છે આ માનવી
બસ, જીવન એની સમય સીમા એ પહોંચી પૂર્ણ થઈ જાય એ રાહે જ હવે આ જીવન જીવે છે આ માનવી….
~ હેતલ. જોષી.