પરાકાષ્ઠા છે આ કરુણાની, હે! દયાનિધાન,
કહી રહી પીગળતી સ્મશાન તણી ચીમનીઓ.
દિવસ રાત કામ કર્યાનો નથી આ થાક પ્રભુ,
દુઃખીજનોનો આર્તનાદ હવે હૈયે વાગે ઘણો.
સાંભળ્યું હતું કદી? લાશોના ઢગલા અંહી!
ના, શાંતિનો પર્યાય સ્મશાન આજ રહ્યું નથી.
કેટલા જમડા દુનિયા ઉજાડવા આવ્યા છે?
એકપણ નથી ખાલી ઘર અહીં રુદન વિના.
શેરીશહેર સાંભળી મરશિયા થયાં બેબાકળા,
હૈયેહૈયું દળાય એ ભીડ સ્મશાને ખમાતી નથી.
આશાભર્યા માનવીના છે કોડ કૈંક અધૂરા.
સ્વર્ગમાં ય હવે તો મોક્ષ એ શું પામવાનો?
હવે નથી રહ્યું સહેલું આ બધું સહેવું આમ,
હવે હિસાબ ના કર પ્રભુ તું અમારા કર્યાનો!!
~ ડૉ ગીતા પટેલ