પ્રિયા તારી પ્રીતને હું વિસરી જો જાઉં કદી,
યાદોના અણસાર, દૂર કરી જો જાઉં કદી,
કદી પણ વસંત ન આવી, હૃદયકેરાં બાગમાં,
પાન બની પતઝડમાં, હું ખરી જો જાઉં કદી :
તમે સાથ છોડ્યો તો મેં ઝંપલાવ્યું મધસાગરમાં,
કોશિશમાં ને કોશિશમાં, હું તરી જો જાઉં કદી :
રુદનના કાંઠે બેસી વીતાવ્યું આ જીવન,
માફ કરજે મુંજને, હું મરી જો જાઉં કદી :
પ્રિયા તારી પ્રીતને હું વિસરી જો જાઉં કદી,
યાદોના અણસાર, દૂર કરી જો જાઉં કદી,
રાજેશ પી. હિંગુ ‘મન’