બે આંગળી વચ્ચે જરાં જગ્યા બને,
પકડૂ કલમ તો કાગળે ઘટના બને,
થઈ સાંજ જો મારી હવે રંગીન ત્યાં,
આ બાંકડાની ગુફ્તગુ ટહુકા બને,
રાતે અચાનક આંખ જો ખુલી ગઇ,
તો છૂટતા શમણાં બધાં અથવા બને,
મેં શક્યતાનાં ગોખલે દીવો મુક્યો,
વા’તા પવનની ઠોકરો અફવા બને,
શું આયનાની ભૂલ છે? કે તડ પડી,
ત્યાં બિંબ પણ સઘળાં હવે ભ્રમણા બને,
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’