પર્યાવરણ બચાવો..
ઠેર ઠેર નવા વૃક્ષ લગાવો,
આજ પર્યાવરણ બચાવો.
થોડું ચાલીને જઈએ,
એ રીતે પ્રદુષણ ઓછું કરીએ,
દુનિયા ઘણી સુંદર દેખાશે,
જો ઝાડ થોડા ઓછા કપાશે,
કચરો બધે ન કરીએ,
નદીને પણ શુદ્ધ કરીએ,
એકતાથી થશે બધું કામ,
ચાલો પ્રદુષણ મુક્ત કરીએ દરેક ગામ,
શુદ્ધ થશે આ વાતાવરણ,
બચાવીશું આપણે પર્યાવરણ.
ધરતી પર હરિયાળી લાવો,
હવે પર્યાવરણ બચાવો.
– નિતી સેજપાલ “તિતલી”