અમેરિકામા પત્ની જ્યારે પણ વીક એન્ડ આવે ત્યારે પૂછતી કે બોલો આજે જમવામાં શું બનાવું ?
એ ઓલવેઝ સામે પૂછતો તું શું જમાડે છે ? તે ઉપરથી એક સરસ કવિતા છે,
જે તમને કદાચ ગમશે..
રચયિતાના નામની ખબર નથી.
મારા વીક એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?
સાત પકવાન ફ્રિજમાં સૂતા છે,
કહો તો તેને જગાડું..
મારા વીક એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?
સોમવારની સબ્જી પડી છે,
મંગળવારના મૂઠિયાં –
કહો તો તેને બહાર કાઢીને
માઇક્રોઓવનમાં ગરમાડું.
મારા વીક એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?
બુધવારની બિરિયાની પડી છે,
ને ગુરુવારના ગોટા –
કહો તો તેને બહાર કાઢીને
ફરી નવા તેલે તળાવું
મારા વીક એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?
શુક્રવારનો શિરો પડ્યો છે,
ને શનિવારના શેવલા –
કહો તો તેને બહાર કાઢીને
ફરી નવા ઘીએ સાંતળાવુ..;
મારા વીક એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?
રવિવારે તો મંદિર જમ્યા ‘તા,
રવિવાર ન વધે કાંઇ –
કહો તો મદિર દર્શને જઈએ
ત્યાં કરીએ પરબારું ..
મારા વીક એન્ડના ભરથાર
તમને શું કરી જમાડું ?