ખુદના પુરુષાર્થે
ચાલી શકાશે જો ચોક્કસ હવે
ખુદના પુરુષાર્થે કેડી કંડારી છે.
આધારિત બીજા પર રહેવું ફાવશે ના
આ લાવરીની વાર્તા મનમાં ભંડારી છે.
બેસી રહેતા લગભગ હજી બેઠાં છે
કરનાર પુરુષાર્થ પર દુનિયા વારી છે.
વાટ તકની તકલાદી હમેંશા નીકળી છે
ને માટે હર પળ પર કરવી સવારી છે.
નાહ્યું જે ઘર જુઓ પરસેવે હરદમ
જો જો ત્યાં જ સફળતાની અટારી છે.
સંકોટોની તો હાર “નીલ” આવશે આ સફરે
પણ હૈયામાં પરિશ્રમ કેરી ધારદાર કટારી છે.
નિલેશ બગથરિયા
“નીલ”