અકારણ આ દુનિયામાં કદી કોઇ પ્રેમ કરતું નથી
પ્રેમ થયા પછી દિલને સાચું કારણ મળતું નથી
રોકી શકાય તો રોકી લો તમે અનેક વાડ બાંધી
પ્રેમ થયાં પછી દુનિયાનું કોઇ બંધન નડતું નથી
કરે ભલે વાયદા અને વચનોની લહાણ તો લોકો
સાચા પ્રેમની દુનિયામાં બોલીને કોઇ ફરતું નથી
પ્રેમનું પુષ્પ હમેશાં વિશ્વાશની ડાળ પર જ ખીલે
અને અનેક પાનખરો પછી પુષ્પ કદી ખરતું નથી
ભલે જલે અબુધ પરવાના સમાની જલતી જાળે
પ્રેમનું દિવ્યકિરણ તો અંધકારથી પણ ડરતું નથી
જલાવે ને તપાવે છે,ઔકાત ખપાવી જાય પ્રેમ
વિશ્વાસથી થાય પ્રેમ,કોઇ વાત એ સમજતું નથી
પ્રેમી તો આંખેથી આંધળા ને કાનેથી બહેરા હોય
બે ધડકતા દિલોને આંખ-કાન સાથે બનતું નથી
લખનારા લખી ગયા પ્રેમની મીઠી મજાની વાતો
પ્રેમની દુનિયામાં આવી વાતો કાને ધરતું નથી
મહોતરમાં,શું તમને પણ અકારણ લોકો પુછે છે?
પ્રેમમા આવા સમિકરણૉનું કારણ તો સરતું નથી
ના ડરો તમે દુનિયાનાં તીખા કટાક્ષ ને વ્યંગથી
પ્રેમ સુરજનું કિરણ છે,છુપાવાથી એ છુપતું નથી
તું જ ગમી છે સળંગ હ્રદય સુધી મહોતરમાં મને
તારા સિવાઇ કોઇનું સ્થાન હ્રદયને જ ગમતું નથી
જલી જઇશ,મરી જઇશ,જાન આપીશ તારા માટે
પ્રેમમાં લડવાથી કે મરવાથી વાતોથી વરતું નથી
ગજબ કરી છે તારા નામની જાદુગરીએ મહોતરમા
તારા નામ વિનાની મારી ગઝલ કોઇ પઢતું નથી
નરેશ કે.ડૉડીયા