ક્યાં છે કાના તું ?
વાંસળીઓના સુર મલકે, ક્યાં છે કાના તું ?
એષણાનો અશ્વ ભડકે, ક્યાં છે કાના તું ?
લે તારું વૃદાંવન ગુંજે, ગોપીઓથી કાના ,
આતમ રાધા સંગ ભટકે, ક્યાં છે કાના તું ?
તું રંગે શ્યામ કાના, મારી પીડા કેમ કહું..
લે કાજળ અશ્રુમાં અટકે ક્યાં છે કાના તું ?
જો ,તારું મોરપિચ્છ મોતીડાથી સજાવ્યું,
તુજ સંગ જગ મલકે, ક્યાં છે કાના તું ?
જગને હરાવવા તે, દાવપેચની રમત માંડી,
પુણ્ય પાપની ગઠરી ફરકે ક્યાં છે કાના તું ?
રૂપાલી. ચોકસી “યશવી