લ્યો પડળમાં આંખના કાણું પડયું
ને બિચારું દૃશ્ય નોંધારું પડયું
સૉંયમાં સ્વપ્નો પરોવી રેશમી,
તાંતણાએ સાંધવું કાઠું પડયું,
ઝાંઝવાને લઇ ફરે છે આયનો
બિંબ છળતું જોઇ પસ્તાવું પડયું
પાંપણો નીચે સ્મરણ પણ સળવળે,
ખોલતાં ભારે, એ અજવાળું પડયું
ધૂંધળા છે સૌ બનાવો આંખમાં,
વાદળો વરસ્યા તો રેલાવું પડયું
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા‘