મળે સારથિ તો બસ!
આ જીવન યુદ્ધ કુરૂક્ષેત્રથી કદાચ કમ નથી
ને માટે મળે સારથિ તો બસ! કૃષ્ણ મળે.
અટવાઈ જાઉં આ અંગત સામે બની શકે છે
આજ ફરીવાર કૃષ્ણ મુખે ગીતા જ્ઞાન મળે.
અજમાવે હજીયે કૌરવો છળકપટ ભારો ભાર
ને માટે હજી આ પાર્થને કૃષ્ણનું દિશાદર્શન મળે.
શર્મસાર ઘટનાઓ નારી પર ને ધૂરંધરોનું મૌન અકળાવે
ને માટે જરૂરી છે કૃષ્ણ ચીરપુરતો હાજરાહજુર મળે.
કાબે અર્જુન લૂટ્યો હતો કદી જાણે “નીલ ”
ને હવે આ જીવતરની પળે પળ કૃષ્ણનો સંગાથ મળે.
નિલેશ બગથરિયા
“નીલ “