મળી છે પળો વધાવી લઉં
મળી છે પળો વધાવી લઉં
વ્યસ્તતાને અજમાવી લઉં.
ખાલી દિમાગ શૈતાનનું ઘર
આ જ વિચારને ટકાવી લઉં.
કામમાં રોકાયેલ સુખદ ક્ષણ
રોજે એને તો આવકારી લઉં.
ફૂરસદ આપે આનંદ બની શકે છે
પણ જોતરાઇ જરા! જીવી લઉં.
ને “નીલ “આમ પણ નવરાશ ક્યાં છે?
માટે નિજ કાર્યનો આનંદ ઉઠાવી લઉં.
નિલેશ બગથરિયા
“નીલ “