મેં મારા જ હાથે ગરજ મોકલી છે.
મેં મારા જ હાથે ગરજ મોકલી છે.
નવી ખોળ નાખી પરજ મોકલી છે.
ફરી જીવવાને મળી જાય એવી,
તને બાળપણની અરજ મોકલી છે.
નિભાવી શકું એવી હાલત નથી પણ,
મઢીને કફનમાં ફરજ મોકલી છે.
ફરી એક કોયલના ટહૂકા ભરીને,
પછી કાગ માટે તરજ મોકલી છે.
ભળ્યો રાખમાં પણ અધૂરી છે ઈચ્છા
તને સ્પર્શવા એક રજ મોકલી છે.
–હાર્દિક પંડ્યા