જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
સુરેન ઠાકર ‘મેહુલ’
બોલવું તલવાર શબ્દો મ્યાન રાખો
બોલવું તલવાર શબ્દો મ્યાન રાખો. બોલનો છે તોલ એનું ભાન રાખો. હો ધ્વનિ પણ મંદ્ર સપ્તકનો ભલેને. બસ જરા મીઠી...