નવું વર્ષ આ નવા સંકલ્પો
પૂરા થાય જો કદી તો કેવું!
અજમાવાશે ઘણાં વિકલ્પો
થાય જો એકાદ સફળ તો કેવું !
સમયસર નીકળી તો જવાશે
મળી જાય મંજિલ ટાઇમે તો કેવું!
મળે આમ તો માણસ માણસને
પણ થાય સૌ”માણસ” તો કેવું!
આ મંદિર મસ્જિદના હવે ફેરા અટકે
ને “નીલ” હર જીવમાં ઇશ દેખાય તો કેવું!
રચના: નિલેશ બગથરિયા
“નીલ “