નોટે-નોટે છપાયો છું
વિચારોમાં ક્યાંય સુધી નથી,
તોયે ગજવે-ગજવે સચવાયો છું.
સાવ નબળાં પડેલાં મારા વાંદરાઓ વચ્ચે,
મૂર્તિ બની સ્થપાયો છું.
પહેરવા ઓઢવા પૂરતું છે- કહેનારાઓ વચ્ચે,
માત્ર એક કપડે ઢંકાયો છું.
અહિંસક થયો ઘણો જીવનભર,
એટલે જ કદાચ હિંસાથી મૃત્યુ શૈયા પર પોઢ્યો છું.
રામ રાજ્ય લાવશો કે નહીં? કશી ખબર નથી
છતાં હું ગાંધી એક સપનું આપી;
હે! રામ સાથે આ જગતને
અંતિમ રામ-રામ કરું છું.
મારું જીવન જ મારો સંદેશ છે- કહીને,
બસ! આખરી સલામ દેશવાસીઓને કરું છું.
નિલેશ બગથરિયા
“નીલ “