પ્રભુનો ડર નથી તેથી બધા એને સતાવે છે,
આ ભક્તોને ઘણા સાધુ અહીં ઠેબે ચડાવે છે.
છે પૈસા દાનપેટીમાં બધાના લોહીપાણીના;
ત્યાં ઢોંગી ને ધૂતારાઓ હવે લૂંટો મચાવે છે.
બગીચામાં મળી આવ્યો કોઈ પથ્થર અનાયાસે,
હવે તેને સ્વયંભૂ કહી બધા મસ્તક નમાવે છે.
કહી “આ તારો ઈશ્વર છે અને આ મારો ઈશ્વર છે.”-
બધાને ધર્મગુરુઓ જ આપસમાં લડાવે છે.
ઘણાં એવાય આવે છે પ્રભુના ભક્તના વેશે;
કે જે મંદિરમાં આવીને ફકત સેલ્ફી પડાવે છે.
રવિ દવે ‘પ્રત્યક્ષ’