અમસ્તો જ આ લાગણીનો રેલો કદી ના ઉતરે
કોઇક રૂપેરી કોરવાળું વાદળ ઘેરાયું હશે ભિતરે
રંગીન પંખીઓને વરરાજાની જેમ શણગારે કોઇ
કોણ છે એ ચિત્રકાર,હ્રદયને ગમતું સદા ચિતરે
મળીને ખૂશ થાઇ છે,કોઇ લડીને ખૂશ થાઇ છે
દુઃખ હોય કે સુખ,એની અસર આંખોમાં નિતરે
મનગમતું હાસ્ય મારું ગમતું ગીત બનતું ગયું
એની યાદોમાં સુખની તો અનેક તરજો ઉતરે
ઇશ્વર એની કમાલની સાબિતી આપતો રહે છે
એના સાનિધ્યમાં દિલ કહે નથી આવું સુખ રે!
આવી ગયું આંખોમાં ગમતું કોઇ,સાચવજો તમે
પછી નહી ગમે બીજા કોઇનું દેદીપ્યામ મુખ રે!
નરેશ કે.ડૉડીયા