રોજ તારી રાહ હું જોતી રહી,
એમ યાદો માં જ હું રોતી રહી .
તું જ આવે તો જ ખીલે ફૂલડાં,
તું ન આવે ફૂલડાં ખોતી રહી .
યાદ તારી આવતાં પાંપણ ઢળી,
પાંપણે હું પ્રેમ ને પ્રોતી રહી .
નાદ ધીમેરા ઉઘડતા અંગમાં ,
એ જ નાદે હેતથી તરતી રહી .
એક તારા સાથને ઝંખું હવે,
પ્રેમ તારો હા ! હરિ ભરતી રહી.
હર્ષિદા દીપક