સંબંધો
એક ભાવના માણસ થયાની મળે
સંબંધોમાં સુવાસ આપ મેળે મળે.
લગભગ રોવા પુરતાં રહે જો નાતા
તો જીવતર જો બધા સળગતા મળે.
જગત આ ભાવનાનું ગુંચવાયું છે ભારી
કાશ! શોધતાં સાચી લાગણીનો એક તંતુ મળે.
આ ચિત્ર બહારથી મોહક લાગે છે સંબંધોનું જુઓે
પણ પરિસ્થિતિએ પીગળે ના એવા થોડા રંગો મળે.
આ ભારણ ઢસડતાં થાકી જવાય ચોક્કસ
પણ એ પહેલા સંબંધોમાં ભાવના અકબંધ મળે.
રોજ તપાસી લેવું અંદર છે ને જીવતું કશું?
પછી જો જો “નીલ” જીવતા બધા સબંધો મળે.
નિલેશ બગથરિયા
“નીલ “