સપના ઉંચાઇ જુઓ ઘણી છે
સપના ઉંચાઇ જુઓ ઘણી છે
એટલેજ પગથિયું બની શકું છું .
કોઈને ઉપર લાવવાનું કદાચ ગમે છે
ને માટે પાયાનો પથ્થર બની શકું છું.
આ આંસુ અઢળક હવે ઝોળીમાં છે
ને એટલેજ કદાચ જગને હસાવી શકું છું.
મોહ માયાને વશ છું ભલેને આ જગે
પણ નિભાવી કર્તવ્યો મુક્તિનું પગથિયું ચઢી શકું છું.
માણસ થયાની ક્યાંક મને જાણ થઇ છે
હવે માણસ મળશે જરૂર “નીલ” ધારી શકું છું.
નિલેશ બગથરિયા
“નીલ “