‘ સત્કારું તને ‘
હર મદિરાપાનમાં ધારું તને
એમ મારામાં જ ઉદ્ધારું તને
તથ્ય વાતોમાં નથી લંબાવ’માં
આભરણ છે મૌન કંડારું તને
સાથ હો તો પાસપાસે હોઈએ
ભીતરે દઈ નાદ પોકારું તને
કેડીઓ પર જંગલો ઉગી ગયા
પાથરી ફૂલો ને સત્કારું તને
હા ! હવે તો આવ દર્શન દે મને
શ્વાસમધ્યે ચાલ શણગારું તને
– હર્ષિદા દીપક