આ જે બધા લોકો
એક જ દિશામાં ભાગી રહ્યા હતા
શાને માટે ખબર છે?
આપણને સ્વતંત્રતા મળેને એટલા માટે.
ખરું કહું તો
એ બધા
તને જ શોધવા નીકળ્યા હતા
કેટલાક શહીદ થયા
ને કેટલાકને આપણે મારી નાંખ્યા
સ્વતંત્રતા મેળવ્યા પછી
શું મેળવ્યું?
વિચારું છું….
નર્યો દંભ , કપટ , શોષણવૃત્તિ
લખાયેલા ભાષણો
ને મેલી રમત
ફક્ત ક્રિયા, કર્મ ને નામે કાંઈ નહીં
એ પણ યાદ નથી રહેતું
કે નીકળ્યા’તા
તને શોધવા
સ્વતંત્રતા
તું મળી કે સ્વછંદતા?
-કમલેશ શુક્લ