થયું છે આગમન એનું જીવતરે
ફૂટી છે હવે એક કૂંપણ આ પથ્થરે.
આવી જવાનું એનું આમ જો સમયે
લાગે પળે પળ ખુશીઓ હવે અવતરે.
સાચવી હતી જો પ્યાસ આ રણે
વરસી એ વાદળી બની હવે સુપેરે.
અવસરોની હારમાળા હવે સર્જાશે
પગલાં લાવી છે એ આ દ્વારે જો શુકને.
આ બ્લેક એન્ડ વ્હાઈટ જીંદગી “નીલ” હવે રંગાશે
આગમન કર્યું છે એણે આજ રંગ છાંટણે.
નિલેશ બગથરિયા
“નીલ “