તિરાડ જો પડી છે
મરામત જરૂરી છે.
સાચવવા આ ઇમારત
રંગરોગાન જરૂરી છે.
મહેલ સંબંધનો છે
સજાવટ જરૂરી છે.
આ કંટકો વચ્ચે પણ
પુષ્પ ઉગે જરૂરી છે.
કાચના છે દિલ બધા
જીભે સાકર જરૂરી છે.
જર્જરિત કરે જો”નીલ “તિરાડ
આ સંબંધે તજવીજ જરૂરી છે.
નિલેશ બગથરિયા
“નીલ “