ફર ફર ફર તું ફરક તિરંગા ,
સ્વાતંત્ર્યદિને તું મરક તિરંગા.
ત્રણ રંગોનો તું રહ્યો સંવાહક ,
દોરી પર તું સરક તિરંગા.
આન, બાન ને શાન મુલકની,
રાષ્ટ્ર સંગ તું, હરખ તિરંગા.
ભારતમાતા પોકાર કરે છે,
આઝાદીનો તું અરક તિરંગા.
શહીદોની આશાઓનું દર્પણ,
એ આંખોની તું પલક તિરંગા.
ઉન્નત ગગનમાં સદા લહેરાજે ,
અરમાનોની તું ઝલક તિરંગા.
સૂફી ધારા આલબેલ પોકારે,
બોલી પડ તું અલખ તિરંગા.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’