સાતમ આઠમની શુભેચ્છાઓ
તું એક જુગારી દાવ ખેલ.
તું એક જુગારી દાવ ખેલ,
એલા માયા, મમતાને હેઠી મેલ
તું એક જુગારી દાવ ખેલ.
તું ચાલ પતા પ્રેમથી જરા બાટ,
ત્રણ એકાની તું કર જરા વાટ.
સઘળી વસ્તુની થશે રેલમછેલ,
તું એક જુગારી દાવ ખેલ.
પાપ પુણ્ય એક સિક્કાની બે બાજુ,
એ પૈસાનો નમશે તારીકોર તરાજુ
ચિંતા કર માં દુનિયા છે એક જેલ,
તું એક જુગારી દાવ ખેલ.
કવિ જલરૂપ