વાંઝણી ઇચ્છા અમસ્તી થાય નહીં બરછટ
વાંઝણી ઇચ્છા અમસ્તી થાય નહીં બરછટ
ભાગ્યની લેખા અમસ્તી થાય નહીં બરછટ
ખેડી છે મેં શક્યતા સઘળી હથેળીમાં,
હાથની રેખા અમસ્તી થાય નહીં બરછટ
વખનો ઘોળીને કટોરો પી ગઈ આખો,
મૌનની ભાષા અમસ્તી થાય નહીં બરછટ
ડુંગરો પર દૂરથી પડઘાય ખાલીપો,
પથ્થરી કાયા અમસ્તી થાય નહીં બરછટ
ધાર કાઢી છે મેં શબ્દોની, કલમથી, જો,.
કે ગઝલ-ગાથા અમસ્તી થાય નહીં બરછટ
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’