ક્ષમા માગવાથી શું વળે ?
ક્ષમા માગવાથી શું વળે ?
જયાં તું ખુદીને ના કળે.
તને તો ગર્વ છે , નામનો,
ચિતામાં નનામું શેં બળે ?
ફકીરી મળે ને મફતમાં ,
રહેમત ખુદાની , જો ફળે.
કબરની તિરાડો બોલતી,
અજંપો અહીં પણ સળવળે.
અધૂરી રમતને હારવી,
લલાટે લખેલું શેં ટળે ?
મળી લે હવે તું ,મરણ ને ,
પથારી મહીં એ ટળવળે.
અહીં છે ગઝલના બેસણા,
શબદ એટલે તો ઝળહળે.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘