સ્થળ ને સજાવટ અલગ હોય છે
કોઇ સંગીન તો કોઇ રંગીન હોય છે
કોઇ છાને ખૂણે છુપાય જાય છે કોઇ જાહેર છપાય જાય છે
ઘણા મજેદાર હોય છે આ કિસ્સા
પ્રેમમાં રજુઆત સૌની અલગ હોય છે
કોઇ દિલફેંક તો કોઇ ચિતચોર હોય છે
કોઇ હસીને દિલ લઇ જાય છે કોઇ રોઇને દિલ દઇ જાય છે
ઘણા સદાબહાર હોય છે આ કિસ્સા
કિસ્સાની શરુઆત પણ અલગ હોય છે
કોઇ સામાન્ય હોય છે તો કોઇ ખાસ હોય છે
કોઇ સાવ વિસરાય જાય છે કોઇ સદા યાદ રહી જાય છે
ઘણા અસરદાર હોય છે આ કિસ્સા
વળી ક્યારેક હકીકત પણ અલગ હોય છે
કોઇ સત્ય હોય છે તો કોઇ અસત્ય હોય છે
કોઇ શાબાશી મેળવી જાય છે કોઇ તિરસ્કૃત થાય છે
ઘણા ચમત્કાર હોય છે આ કિસ્સા.
~ ડો.મનોજ વાસન